Breaking News : સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસમાં 48 નિયમોનું ઉલ્લંઘન

Breaking News : સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસમાં 48 નિયમોનું ઉલ્લંઘન

| Updated on: Nov 21, 2026 | 12:46 PM

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાસ કરીને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 48 સ્થળોએ મિલ્ક આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત દર્શાવતા જરૂરી માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.

ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની માંગ વધતી હોય છે. ત્યારે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને યોગ્ય માહિતી સાથેની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે સુરતના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરો અને અન્ય સંસ્થાઓમાં વિભાગની ટીમોએ તપાસ કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 106 આઈસ્ક્રીમ પાર્લરો અને સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી.

સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરો તપાસ હાથ ધરાઈ

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાસ કરીને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 48 સ્થળોએ મિલ્ક આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત દર્શાવતા જરૂરી માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને સંબંધિત વેપારીઓને સૂચના આપવામાં આવી છે.

48 સ્થળોએ યોગ્ય બોર્ડ ન લગાવ્યાનો ખુલાસો

વિભાગ દ્વારા અગાઉ પણ તમામ આઈસ્ક્રીમ પાર્લરો અને વિક્રેતાઓને ગ્રાહકોની જાણકારી માટે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે સ્પષ્ટ માહિતી આપતાં બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન 48 સ્થળોએ આ સૂચનાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફૂડ સેફ્ટી વિભાગે ફરી એકવાર સંબંધિત વેપારીઓને નિયમોનું પાલન કરવા અને જરૂરી બોર્ડ લગાવવા તાકીદ કરી છે.

મિલ્ક આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે શું છે તફાવત?

મિલ્ક આઈસ્ક્રીમ બનાવવા માટે મુખ્યત્વે દૂધ અને ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં દૂધની ચરબીને બદલે વેજિટેબલ ઓઇલ, ફેટ અને અમુક પ્રકારના પાવડરનો ઉપયોગ થઈ શકે છે. ફૂડ સેફ્ટી વિભાગે વેપારીઓને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગેના બોર્ડ સ્પષ્ટ રીતે લગાવવા ફરીથી આદેશ આપ્યો છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવશે. નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Breaking News : પરિવાર જોઈ રહ્યો હતો રાહ, ખેતરમાંથી મળી આધેડની લાશ! જૂનાગઢમાં સિંહણના હુમલાથી અરેરાટી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.