Breaking News : આખા વર્ષના મસાલા ભરતા પહેલા ચેતી જજો! અમદાવાદના માધુપુરામાંથી લાખોના અખાદ્ય મસાલા ઝડપાયા, જુઓ વીડિયો

| Updated on: May 12, 2026 | 9:34 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની કામગીરીમાં અંદાજે 5 લાખની ભેળસેળ હળદર જપ્ત કરવામાં આવી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સ, બેસનનો લોટ, મસાલા તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

એકબાજુ ગૃહિણીઓની સીઝન ચાલી રહી છે. અથાણા-મસાલા તેઓ બનાવી રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર મસાલાને લઈને આવ્યા છે.અમદાવાદના માધુપુરામાં મસાલાના ગોડાઉનમાં ફૂડ વિભાગના દરોડા પાડ્યા છે.ગત 8 મેના રોજ માધુપુરામાં ફૂડ વિભાગે ચેકિગ હાથ ધર્યુ હતું. અવિનાશ મસાલાના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.હળદરમાં લોટની ભેળસેળ અને 84 ટકા સ્ટાર્ચનું પ્રમાણ મળ્યુ છે. હળદરનું વજન વધારવા ઘઉં અને ચણાના લોટનું મિશ્રણ કરવામાં આવતું હતુ.

ભેળસેળયુક્ત હળદર ઝડપાય

લેબોરેટરીની તપાસમાં હળદર ભેળસેળયુક્ત જાહેર થતાં કાર્યવાહી કરવામાં આવી છે.અંદાજે 5 લાખની કિંમતની 2500 કિલો હળદર જપ્ત કરવામાં આવી છે.4.90 લાખની કિંમતના 1400 કિલો ટુકડા કાજુ પણ જપ્ત કરવામાં આવ્યા છે. કાજુના ટુકડાના લેવાયેલા નમૂનાનું પરિણામ હાલ પેન્ડિંગ છે.લાયસન્સ વગર ધમધમતાં એકમમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા.

દરિયાપુર વોર્ડ વિસ્તારમાં આવેલ માધુપુરા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.વેપારી પાસે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ ન હોવા છતાં મસાલાનું વેચાણ કરતો હતો, 2500 કિલો હળદર (અંદાજિત કિંમત રૂ. 5,00,000) તથા અંદાજે 1400 કિલો ટુકડા કાજુ (અંદાજિત કિંમત રૂ. 4,90,000) મળી કુલ અંદાજિત રૂ. 9,90,000નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

કાજુનો જથ્થો શંકાસ્પદ

હળદર તથા કાજુનો જથ્થો શંકાસ્પદ જણાતા નમૂનાઓ લેવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ મુજબ Turmericના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8 જેટલું અસામાન્ય રીતે વધુ નોંધાયું છે.સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40% થી 60% સુધી હોય છે. ઉપરાંત ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન) નું મિશ્રણ પણ હોવાથી હળદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ કરાઈ હતી.નમૂનાને ભેળસેળયુક્ત અથવા નબળી ગુણવત્તાવાળી હળદર તરીકે ગણાવી શકાય છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us