Breaking News : સુરતના રંગોલી ચોકડી નજીક કૉમ્પ્લેક્સમાંથી નકલી ઘી ઝડપાયું, મશીનરી જપ્ત કરાઈ

| Edited By: | Updated on: Mar 13, 2026 | 11:59 AM

સુરત શહેરમાં રંગોલી ચોકડી નજીક કૉમ્પ્લેક્સમાં પોલીસે રેડ પાડતા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

જો તમે પણ ચેતી જજો જો તમે પણ આ નકલી ઘી ખાઇ રહ્યા નથી ને. જે ઘી શરીરને હેલ્ધી રાખવા માટે ખાવામાં આવે છે તે ઘી નકલી નીકળતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરતના માંડવીના ખેડપૂરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.  કુલ 6.65 લાખની કિંમતનું 810 લિટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે સુરતમાંથી ફરી શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું છે.

સુરતમાં રંગોલી ચોકડી નજીક આવેલા કૉમ્પ્લેક્સમાં પોલીસે રેડ પાડી હતી.ઉત્રાણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી ઘી નું વેચાણ કરવામાં આવી રહ્યું હતુ.

 

ઘીનો મોટો જથ્થો ઝડપાયો

આ દરમિયાન પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. જ્યાં ફરી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.પાલિકાની ટીમે ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપ્યા છે. હાલમાં પોલીસે મોટી માત્રામાં જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

તહેવારો તેમજ રોજીંદા જીવનમાં આ ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.પોલીસે તમામ જથ્થા માંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો