Breaking News : સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, જુઓ Video

| Updated on: May 05, 2026 | 1:13 PM

મળતી માહિતી મુજબ આ આરોપીઓ સોનુ સસ્તામાં આપવાની લાલચ આપતા અને બાદમાં ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપી પ્રલોભન આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 1 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.

સુરત શહેરમાં સસ્તું સોનું આપવાના નામે ઠગાઈ કરતી ટોળકીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓ બોગસ ચલણી નોટો આપી લોકો સાથે છેતરપીંડી કરતા હતા. મળતી માહિતી મુજબ આ આરોપીઓ સોનુ સસ્તામાં આપવાની લાલચ આપતા અને બાદમાં ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપી પ્રલોભન આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 1 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.

સસ્તું સોનું આપવાના નામે ઠગાઈ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઠગબાજો પાસે પોટેશિયમ પરમેંગેનેટનું સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેના ઉપયોગથી તેઓ નોટોને ડબલ કે ત્રણ ગણી બનાવવાનો ડેમો આપતા હતા. આ રીતે લોકોનો વિશ્વાસ જીતીને તેઓ મોટી રકમની છેતરપિંડી કરતા હતા.

ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા

ફરિયાદ મુજબ, આરોપીઓએ પહેલા સસ્તું સોનું આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો, પરંતુ બાદમાં સોનું આપ્યા વગર જ પૈસા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ વારંવાર સોનાની માંગણી કરી, ત્યારે આરોપીઓએ સોનાની જગ્યાએ ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપી અને નકલી નોટો આપવાનો ડેમો કર્યો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓએ ઔરંગાબાદમાં પણ આશરે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે લોકોને શિકાર બનાવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રકારની ઠગાઈમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે.

Breaking News : ગુજરાત પર સૂર્યનો પ્રકોપ, આખું રાજ્ય બન્યુ અગનભઠ્ઠી, 5 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us