Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત, બે દિવસ બાદ ખુલ્યો ચોંકાવનારો કિસ્સો, જુઓ CCTV

| Edited By: | Updated on: Apr 13, 2026 | 12:20 PM

Vapi શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધનું લિફ્ટના સાફટમાં પડી જવાથી મોત થયું છે. આ ઘટના નિર્મલ સોસાયટીની એક બિલ્ડિંગમાં બની હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Vapi શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધનું લિફ્ટના સાફટમાં પડી જવાથી મોત થયું છે. આ ઘટના નિર્મલ સોસાયટીની એક બિલ્ડિંગમાં બની હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી અનુસાર, વૃદ્ધ વ્યક્તિ ત્રીજા માળેથી લિફ્ટમાં સવાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ લિફ્ટમાં ટેકનિકલ ખામી હોવાના કારણે કેબિન પહોંચે તે પહેલાં જ દરવાજો ખુલી ગયો હતો. વૃદ્ધને અંદર લિફ્ટની કેબિન નથી તે ધ્યાનમાં ન આવતાં તેઓ સીધા સાફટમાં પટકાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું.

સ્થાનિકોએ પોલીસને જાણ કરી

ચોંકાવનારી વાત એ છે કે બનાવના દિવસે સોસાયટીના રહેવાસીઓને આ ઘટનાની કોઈ જાણ થઈ નહોતી. બે દિવસ બાદ બિલ્ડિંગમાં દુર્ગંધ આવવા લાગી, ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચીને તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા અને આખી ઘટના સામે આવી.

લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

આ બનાવ બાદ સોસાયટીમાં ભયનો માહોલ છે. લિફ્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને લિફ્ટની મેઈન્ટેનન્સ કરતી એજન્સીની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

Breaking News : લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત, 4 ગંભીર રીતે ઘાયલ

Follow Us