Breaking News : ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગની લાલ આંખ, સુરક્ષા અને ફી મામલે મોટી કાર્યવાહી, જુઓ Video
મહેસાણા શિક્ષણ વિભાગે ચાર ખાનગી શાળાઓને દંડ ફટકાર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થી સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકો અને ફીના ધોરણોની તપાસ કરી હતી. ઉત્કર્ષ વિદ્યાલય, વિદ્યામંદિર હાઇસ્કૂલને ફી મામલે, જ્યારે સેન્ટ જોસેફ હાઇસ્કૂલને સલામતીના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ કરાયો છે.
મહેસાણા શિક્ષણ વિભાગે જિલ્લાની ચાર ખાનગી શાળાઓને નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો છે. મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધિ અને સરકારી માન્ય ફીના ધોરણો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ગંભીર બેદરકારી દાખવનાર ચાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દંડ કરાયેલી શાળાઓમાં ઉત્કર્ષ વિદ્યાલય અને કડીની વિદ્યામંદિર હાઇસ્કૂલનો સમાવેશ થાય છે, જેમણે ફી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉપરાંત ખણુંસાની સેન્ટ જોસેફ હાઇસ્કૂલને પણ દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યાં એક વર્ષ અગાઉ વીજ કરંટથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. તેમ છતાં આ શાળામાં સલામતીના નિયમોનું પાલન હજુ પણ ન થતું હોવાનું સામે આવ્યું હતું.
શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે શાળાની સલામતી, લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક, એફઆરસી દ્વારા મંજૂર કરાયેલી ફીની પારદર્શિતા અને તેની વસૂલાત, તેમજ બાળકોના પરિવહનની સલામતી સહિતની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓની શાળાએ આવવા-જવાની સલામતી જળવાઈ રહે.
બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો