Breaking News : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌંભાડ કેસમાં EDએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી

પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌંભાડ મામલે EDએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.જમીન NA કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ છે. 9.70 કરોડથી વધુ રકમનું આરોપ નામું છે.

| Edited By: | Updated on: Mar 06, 2026 | 12:01 PM

પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો જમીન NA કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં EDએ ચાર્જશીટ રજૂ કરી છે. EDએ કહ્યું સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત કૌભાંડ છે. જમીન NA કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ છે.

EDએ ચાર્જશીટ રજૂ કરી જણાવ્યુ કે જિલ્લા કલેક્ટરનો કૂલ રકમમાં 50 ટકા ભાગ હતો.જિલ્લા કલેક્ટર 50%, નિવાસી અધિક કલેક્ટર 25%, મામલતદાર 10%, નાયબ મામલતદાર 10% અને ક્લાર્કના 5% રકમની વહેચણી થતી હતી.કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, NA શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને NA શાખાના કારકુન મયુરસિંહ ગોહિલ સામેલ છે.

 

 

લાંચની રકમ 9.70 કરોડથી વધુ

મયુરસિંહ ગોહિલ ચંદ્રસિંહ મોરી તેમજ જયરાજસિંહ ઝાલા તમામ હિસાબને લગતી વિગતો જાળવી રાખતા હતા.હિસાબ અધિકારીઓ વ્હોટ્સએપ દ્વારા અને પ્રિન્ટઆઉટ સ્વરૂપે આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રકમનો વ્યવહાર અધિકારીઓને સોંપવામાં આવતો હતો. ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી વ્યહારનો હિસાબ, ડિજિટલ રેકોર્ડ્ઝ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર તપાસમાં 5/12/2024 થી 25/11/2025 દરમિયાન જમા થયેલી લાંચની રકમ 9.70 કરોડથી વધુ છે

ખેતીની જમીનને નોન એગ્રીકલ્ચર કરવા માટે ભ્રષ્ટાચાર

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને નોન એગ્રીકલ્ચર કરવા માટે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. આ અંગેની જાણ દિલ્હીમાં થતા જ દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે જિલ્લા કલેકટર કચેરીમાં અને જિલ્લા કલેકટરેટના અન્ય અધિકારીઓને ત્યાં દરોડા પાડીને વ્યાપક ભ્રષ્ટાચાર પકડી પાડ્યો હતો.”રૂપિયા ના મળે તો અરજીઓ વિલંબિત કરતા અને કામગીરીને લટકાવતા હતા. વાંધાઓ ઉઠાવીને અરજીઓ નકારી કાઢવામાં આવતી. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ EDનું આરોપનામું છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામુ છે. 1500 કરોડથી વધુ રકમની જમીનના NA મામલે તપાસ થઈ રહી છે.

 

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો