Breaking News: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત, જળસંકટના એંધાણ

Rajkot Breaking News: રાજકોટમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના ડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. ડેમ વિસ્તારમાં માત્ર 15 થી 16 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં જળસંકટ સર્જાયુ છે.

| Edited By: | Updated on: Sep 22, 2026 | 5:54 PM

રાજકોટમાં ઓછા વરસાદના કારણે મોટાભાગના ડેમોમાં પાણીની અછત સર્જાઈ છે. જિલ્લામાં નાના-મોટા મળીને કૂલ 27 ડેમનો સમાવેશ થાય છે. આજી-2, આજી-3 અને ન્યારી-2 ઓવરફ્લો થયો છે. જ્યારે જિલ્લાના 15 ડેમમાં 60 થી 70 ટકા જળસ્ત્રોત છે. જ્યારે 9 ડેમમાં માત્ર 30 થી 40 ટકા જ પાણીનો જથ્થો છે. ભાદર-1 માં 25 ટકા અને આજી -1 માં 53 ટકા પાણીનો જથ્થો છે. ભાદર-2 માં 78 ટકા અને લાલપરીમાં 100 ટકા પાણીનો જથ્થો છે.

હાલમાં ભાદર-એક ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. અત્યારે સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે. રવિ પાક માટે ખેડૂતોની માંગણીઓ મજૂબ પાણી છોડવામાં આવતું હોય છે.

રાજ્યમાં આ વખતે જરૂર કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જેમા ખાસ કરીને રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં આ વર્ષે સીઝનનો માત્ર 15 થી 16 ટકા વરસાદ વરસતા જિલ્લાના જળાશયોમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો નથી. આ સિઝનમાં જિલ્લાના 27 ડેમ પૈકી મા્ર ત્રણ ડેમ જ 100 ટકા ભરાયા છે. ત્યારે રાજકોટના જળાશયોમાં હાલ 60 થી 70 ટકા પાણીનો સંગ્રહ છે. આ સ્ત્રોતને જોતા જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે તંત્રના દાવા છે કે જો જળસંકટની સ્થિતિ ઉભી થશે તો સૌની યોજના દ્વારા ડેમમાં પાણી છોડવામાં આવશે.

Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે, નોંધાઈ પોલીસ ફરિયાદ- Video

Published On - 5:04 pm, Tue, 22 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.