Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ, જુઓ Video

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 29, 2025 | 9:36 AM

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 2 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 2 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. થાઈલેન્ડથી હાઈબ્રીડ ગાંજો મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. એરપોર્ટ પર જ હાઈબ્રીડ ગાંજા સાથે એક ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ છે.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પરથી 2 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. પરંતુ આ અગાઉ પણ અનેક વખત હાઈબ્રીડ ગાંજા, ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 29, 2025 09:35 AM