Breaking News : મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, બિલ્ડીંગમાંથી લોકોને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન સિવિલ સ્ટાફની બિલ્ડીંગ પર ક્રેશ થયું છે. જેના પગલે બિલ્ડીંગમાંથી પણ લોકોની રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રુ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેનમાં 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા.
પ્લેન ક્રેશમાં 130 લોકો ઈજાગ્રસ્ત !
પ્રાપ્તથતી પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન ક્રેશમાં 130 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોત આંકડા હજી સુધી સામે આવ્યું નથી. ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જાનહાનિ મોટી થયાની સંભાવના છે. પ્લેનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્લેનમાં 16 કેબીન ક્રૂ મેમ્બર, 4 કેપ્ટન ફ્લાઈટમાં સવાર હતા.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો