Breaking News : મોડી રાત્રે દાહોદમાં ગમખ્વાર અકસ્માત! બેકાબૂ કારે 5 વાહનોને લીધા અડફેટે, જુઓ CCTV Video
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ ન લઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે બેકાબૂ કારે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી અનુસાર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બેકાબૂ કારે એક બે નહીં પરંતુ 5 વાહનોને અડફેટે લીધા હતા.

એક સાથે 5 વાહનોને લીધા અડફેટે
ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તેમજ સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જો કે ઘટનાની જાણ થતા તરત પોલીસ પણ દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર બેકાબૂ કારના અકસ્માતના CCTV સામે આવ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
મહત્ત્વનું છે કે અકસ્માતમાં કેટલાય લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે છતા કેમ અકસ્માતો અટકતા નથી ? દાહોદમાં એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા એટલે અહીં સવાલ ઉભા થાય છે કે શું કારચાલક નશામાં ધૂત હતો ? શું કારમાં ખામી હતી કે બેફામ કાર ચલાવવામાં અકસ્માત સર્જ્યો હતો.
આ પણ વાંચો : Breaking News : ગિરનાર પરિક્રમામાં કપરા ચઢાણ અને ભારે ભીડથી યાત્રિકોની તબિયત લથડી, SDRF બની સહારો,જુઓ Video