Breaking News : મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના જન આક્રોશ ધરણા

Breaking News : મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના જન આક્રોશ ધરણા

| Updated on: Sep 09, 2026 | 1:12 PM

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના જન આક્રોશ ધરણા જોવા મળી રહ્યા છે.મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.ધરણાને પગલે સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ગાંધીનગર વિધાનસભા સત્ર પહેલા સરકારને ઘેરવા વિપક્ષનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના જન આક્રોશ ધરણા જોવા મળી રહ્યા છે. મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ યોજાયો છે. આ ધરણાને પગલે સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

કોંગ્રેસના જન આક્રોશ ધરણા

કોંગ્રેસના તુષારભાઈ ચૌધરીએ કહ્યું કે,વિવિધ મુદાના ધરણાને લઈ 50 ટકાથી ઓછો વરસાદના કારણે અનેક ખેડૂતો પ્રભાવિત થયા છે. દુષ્કાળ જાહેર કરવો પડી તેવી હાલ પરિસ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન થયું છે. તેની તાત્કાલિક સર્વે કરે તેની સહાય ચૂકવવી જોઈએ. 1 વર્ષ માટે ખેડૂતોએ જે ધીરાણ લીધું છે. તેને માફ કરી દેવામાં આવે તેમજ પશુઓ માટે વીનામૂલ્યે ઘાસચારો આપવામાં આવે તેમજ ખેડૂતો માટે મનરેગા યોજના હેઠળ કામો શરુ કરવા જોઈએ તેવી અમારી સરકાર સમક્ષ માંગ છે.

વંદેમાતરમને લઈ પ્રવિણ માળીનું નિવેદન સામે આવ્યું છે.વંદે માતરમની પરંપરા ને દાગ લગાવવા આવ્યો છે.કોંગ્રેસ એ પરંપરા તોડી છે.સત્રની શરૂઆતમાં વંદેમાતરમ ચાલી રહ્યો હતું, ત્યારે ઇમરાન ખેડવાળા બેસી ગયા હતા.અમારું ડેલીગેશન પણ આ અંગે રજુઆત કરશે.ગૃહમાં પણ આ મુદ્દો રજૂ કરવામાં આવશે.

 

Breaking News : રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.