Breaking News : માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો ! હિંચકાની દોરી બાળકના ગળામાં આવી જતા મોત નિપજ્યું ,જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2025 | 2:22 PM

ગુજરાતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં હિંચકો ખાવા જતા બાળકનું કરુણ મોત સામે આવ્યું છે.

ગુજરાતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં હિંચકો ખાવા જતા બાળકનું કરુણ મોત સામે આવ્યું છે. હિંચકાની દોરી બાળકના ગળામાં આવી જતા મોત નિપજ્યું છે. લાખણી તાલુકાના ભાકડીયાલ ગામની કરુણ ઘટના સામે આવી છે. જોકે આ આખી ઘટનાના હચમચાવનારા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. પુત્રના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

હિંચકો ખાવા જતા બાળકનું કરુણ મોત

દુર્ઘટનામાં અલ્પેશ ઠાકોર નામના બાળકનું કરુણ મોત નિપજ્યું છે. બાળકના પિતા થરાદના વેદલા ગામે મજૂરી કરી જીવન ગુજારે છે. પણ મૂળ લાખણીના ભાકડીયાલના વતની છે. હિંચકો ખાતા દોરી બાળકના ગળામાં આવી ગઈ. અને તેનું મોત નિપજ્યું. બાળકો એકલા રમી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેથી કોઈ મદદ ન મળી. બાળકોને એકલા મુકતા પહેલાં ચેતવાની જરૂર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો