Breaking News : અમદાવાદમાં આસારામ આશ્રમ પર ફરશે બુલડોઝર ? 32 જેટલા છે ગેરકાયદે બાંધકામ, જુઓ Video

| Updated on: Jan 22, 2026 | 10:20 AM

અમદાવાદમાં આસારામ આશ્રમ પર બુલડોઝરની કાર્યવાહીની શક્યતા. મ્યુનિસિપલ કોર્પોરેશને આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી દીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે રાજ્ય સરકારની જમીન પર 32 ગેરકાયદે બાંધકામો હોવાથી નોટિસ ફટકારાઈ છે. એપ્લેટ ઓથોરિટી સમક્ષ કેસ પેન્ડિંગ છે, અને દબાણ દૂર કરવાના સંકેતો સ્પષ્ટ છે.

અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ પર ટૂંક સમયમાં બુલડોઝર કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કાર્યવાહી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ચાલી રહેલા વિકાસ કાર્યોના ભાગરૂપે જોવા મળી રહી છે, જે આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યા છે.

સાબરમતી વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલો આ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર બનેલો છે. કોર્પોરેશને આસારામ આશ્રમને નોટિસ ફટકારી છે, જેમાં જણાવ્યા મુજબ 500 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની જમીન પર 32 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. 21 જાન્યુઆરીના રોજ AMC દ્વારા ઇમ્પેક્ટ ફીની અરજીને નામંજૂર કરવામાં આવ્યા બાદ, કેસને એપ્લેટ ઓથોરિટી સમક્ષ ઝડપી નિકાલ લાવવા સૂચના આપવામાં આવી છે.

AMCની લીગલ કમિટીએ ઝડપથી નિકાલ લાવવા માટે વકીલની નિમણૂક કરી છે. આ પરિસ્થિતિ જોતા 500 કરોડની આ જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જે અમદાવાદના વિકાસ યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો