Breaking News : વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શનમાં! આજથી રાજ્યમાં ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાન શરૂ જુઓ Video
આજથી રાજ્યમાં ભાજપનું ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાન શરૂ થયું છે. ગુજરાત ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ રહેશે.
ગુજરાત ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. આજથી રાજ્યમાં ભાજપનું ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાન શરૂ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપે મંથન કર્યું છે. વિધાનસભા દીઠ 3 કેટેગરીમાં બેઠકો નક્કી કરાઇ છે.ભાજપ માટે નબળી વિધાનસભામાં અત્યારથી કામગીરી શરૂકરાશે.
વિધાનસભાના સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો સહિતના મુદ્દે ભાર અપાશે. યુવા નેતાગીરી, સિનિયર નેતાઓની સક્રિયતાના મુદ્દા પર ભાર મુકાશે.સ્થાનિક મુદ્દા અને યુવા નેતૃત્વ પર ભાર, વિધાનસભા જીતવા ભાજપે શરૂ કરી મેગા તૈયારીઓ.
નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027 ચૂંટણીનું વર્ષ છે. ભાજપ જીતને ટકાવી રાખવાના સતત પ્રયાસ કરે છે.યુવા સંવાદ કરવામાં આવશે. અનેક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે. આંતરિક જુથ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.ભાજપ હવે યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્યારે એક યુવા નેતૃત્વને પ્રાધાન્ય મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌથી નબળી બેઠક છે તેના પર પણ ફોક્સ કરવામાં આવશે. આજથી દાહોદ પ્રવાસ શરુ થયો છે. કહી શકાય કે, ભાજપે 2027ની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની પરિણામનું મંથન કરવામાં આવશે. કઈ જગ્યાએ સારું પ્રદર્શન થયું તો ખરાબ પ્રદર્શન ક્યાં થયું તેની પણ ચર્ચા કરવામાં આવશે.કઈ જગ્યાએ વિપક્ષ મજબુત હતો. આ તમામ બાબતોનું મંથન કરવામાં આવશે.આમ અનેક ફેક્ટરો પર મંથન કરવામાં આવશે.