Breaking News : આણંદના બોરસદમાં ભાજપનો મોટો ખેલ ! AIMIMના કોર્પોરેટરને પાર્ટીમાં સામેલ કરી મેળવી બહુમતી, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2026 | 12:12 PM

બોરસદમાં ભાજપને અહી 17 તો અપક્ષ ઉમેદવારોને 18 સીટ મળી હતી, જે બાદ સત્તામાં કોણ બેસસે તેને લઈનેં મૂંજવણ ઉભી થઈ હતી. ત્યારે ભાજપે રણનીતિ અપનાવી AIMIM અને અપક્ષ સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લેતા આખું રાજકીય ગણિત બદલાઈ ગયું છે.

આણંદ જીલ્લાની બોરસદ નગરપાલિમાં સત્તા જમાવવા માટે ભાજપે મોટો ખેલ કરી નાખ્યો છે. બોરસદમાં ભાજપને અહી 17 તો અપક્ષ ઉમેદવારોને 18 સીટ મળી હતી, જે બાદ સત્તામાં કોણ બેસસે તેને લઈનેં મૂંજવણ ઉભી થઈ હતી. ત્યારે ભાજપે રણનીતિ અપનાવી AIMIM અને અપક્ષ સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લેતા આખું રાજકીય ગણિત બદલાઈ ગયું છે. અહીં તે જ પાર્ટી જેનો ભાજપ વિરોધ કરતુ આવ્યું છે તે જ પાર્ટીને બોરસદ નગરપાલિકામાં સત્તામાં બેસવા ભાજપે સમાવીને ખેલ કરી નાખ્યો.

બોરસદ નગરપાલિકામાં ભાજપનો ખેલ !

બોરસદ નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી હતી, જ્યારે બહુમતી માટે 19 સભ્યોના ટેકાની જરૂર હતી. આ સ્થિતિમાં ભાજપે AIMIMના વોર્ડ નંબર-9માંથી જીતેલા ઉમેદવાર નિલોફર વ્હોરાને પક્ષમાં આવકારીને કેસરીયો ખેસ પહેરાવ્યો. સાથે જ અહેબાઝ વોરા, શુકરાનાબાનુ કુરૈશી, શૌકતખાન પઠાણ અને લિયાકત અલી સૈયદ જેવા ચાર અપક્ષ સભ્યોનો પણ ટેકો મેળવી લીધો.

બહુમતી બનાવવા AIMIMના જીતેલા ઉમેદવારોને પાર્ટીમાં સામેલ કર્યા

આ પાંચ સભ્યોના સમર્થન સાથે ભાજપને હવે કુલ 22 સભ્યોનો ટેકો મળતા નગરપાલિકામાં સત્તા સ્થાપિત કરવાની સ્થિતિ મજબૂત બની ગઈ છે. નોંધનીય છે કે AIMIMએ પોતાના જીતેલા ઉમેદવારે ભાજપને બિનશરતી ટેકો જાહેર કરાતા તેમને AIMIM પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા છે.

સ્થાનિક રાજકારણ ગરમાયું

અત્યાર સુધી AAPના નેતાઓને તોડનાર ભાજપે હવે ઓવેસીની પાર્ટીના સભ્યને પણ આવકારતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ 5 સભ્યોના ટેકા સાથે હવે બોરસદ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાશે અને શાસન ધુરા સંભાળશે તે નિશ્ચિત બન્યું છે, પણ ભાજપનો આવો ખેલ રાજકારણમાં પહેલીવાર જોવા મળ્યો છે.

Breaking News : સાયબર ફ્રોડનો નવો પેંતરો: SMS આવ્યા બાદ ફોન હેંગ થયો પૈસા ઉપડી ગયા, સુરક્ષિત રહેવા કરો આ કામ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us