Breaking News : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

| Updated on: Aug 07, 2026 | 2:29 PM

છેલ્લા ત્રણ દિવસથી સતત સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે બાદ MCXમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹1,500નો વધારો થતાં ભાવ ₹1.50 લાખની સપાટીએ સોનું પહોંચી ગયું છે.

સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે બાદ MCXમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹1,500નો વધારો થતાં ભાવ ₹1.50 લાખની સપાટીએ સોનું પહોંચી ગયું છે.

સોના -ચાંદીમાં ફરી મોટો વધારો

ચાંદીના ભાવમાં પણ આજે મોટો ઉછાળો નોંધાયો છે. MCXમાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹5,500નો વધારો થતાં ભાવ ₹2,31,500 પર પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં અંદાજે ₹5થી ₹6 હજારનો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹10થી ₹15 હજાર સુધીનો ઉછાળો નોંધાયો છે.

MCX પર 1.50 લાખે પહોચ્યું સોનું

સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.48 લાખ પર પહોંચી ગયો છે, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ ₹2.25 લાખ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીમાં સતત થઈ રહેલા વધારાને કારણે રોકાણકારો અને ખરીદદારોની નજર હવે આગામી દિવસોના ભાવ પર છે. ખાસ કરીને સોનાનો ભાવ ₹1.50 લાખની સપાટીએ પહોંચતા બજારમાં તેની વધુ તેજી અંગે ચર્ચા શરૂ થઈ છે.

ત્રણ દિવસથી સતત વધી રહ્યો ભાવ

બજારમાં છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહેલી આ તેજીને કારણે સોનાના ભાવમાં કુલ ₹5થી ₹6 હજાર અને ચાંદીના ભાવમાં ₹10થી ₹15 હજાર સુધીનો વધારો થયો છે. ભાવમાં સતત વધારાને પગલે સોના-ચાંદીની ખરીદી કરનારા ગ્રાહકો તેમજ રોકાણકારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થાય છે કે રાહત મળે છે, તેના પર સૌની નજર રહેશે.

થઈ ગયો ખુલાસો! ₹ 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર આ લોકોએ ચૂકવવો પડશે ચાર્જ, જાણો નાના ગ્રાહકોને શું અસર થશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.