AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

Breaking News : રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

Ronak Majithiya
| Edited By: | Updated on: May 13, 2023 | 2:44 PM
Share

રાજકોટ - જામનગર હાઈ વે પર પડધરી ગામ નજીક ગઈકાલ રાત થી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. ATS દ્વારા આ ઓપરેશનમાં અંદાજીત 31 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. મહત્વનુ છે કે આ કાર્યવાહીમાં ત્રણ આરોપીની ATS દ્વારા અટકાયત પણ કરાઈ છે.

રાજકોટમાં ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં રાજકોટની ભાગોળેથી રૂપિયા 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આટલા મોટો ડ્રગના જથ્થાની ગંધ પણ ન આવી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો 20 લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂની જેમ અવારનવાર ડ્રગ્સો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત ATSને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે રાજકોટ ગ્રામ્યના જામનગર રોડ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ કુલ 31 કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 214 કરોડ જેટલી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 12, 2023 05:29 PM
g clip-path="url(#clip0_868_265)">