Rain Breaking : ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, 35 દિવસ બાદ વરસાદથી રાહત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 12, 2026 | 11:52 AM

ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. 

ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. લગભગ 35 દિવસ બાદ વરસાદ વરસતાં અંકલેશ્વરવાસીઓએ પણ રાહતનો અનુભવ કર્યો છે.

આજથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ આશા જાગી છે. હવામાન વિભાગે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આજથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વરસાદનું જોર વધવાની શક્યતા છે. વરસાદી માહોલને પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 આ પણ વાંચો- Weather Today Breaking News: આજથી ગુજરાતમાં ધડબડાટી બોલાવશે વરસાદ, 4 દિવસ મેઘાવી માહોલની આગાહી, જાણો આજે ક્યાં પડશે વરસાદ

Follow Us
Loading...
Unable to load recommendations.