Amreli Breaking News : અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ભયાનક અકસ્માતમાં 5નાં મોત ! જુઓ Video

| Edited By: | Updated on: Nov 20, 2026 | 2:22 PM

અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બસ ચાલક સહિત 5 લોકોનાં મોત હતા છે.

અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એસટી બસના ચાલક મેહુલભાઈ દિલુભાઈ વાળાનો પણ સમાવેશ થાય છે.

એસટી બસ હાઈવે પરથી ખાળિયામાં ઉતરી

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સાથે અથડાયા બાદ એસટી બસ હાઈવે પરથી ખાળિયામાં ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતની જાણ થતાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી હોસ્પિટલ દોડી ગયા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. શેત્રુંજી નદીના પુલ નજીક સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો, Breaking News : 2027 નો ODI વર્લ્ડ કપ રમશે રોહિત અને વિરાટ ? BCCI ના અધિકારીએ કરી મોટી સ્પષ્ટતા

Published on: Nov 20, 2026 01:36 PM
Follow Us
Loading...
Unable to load recommendations.