Ambalal Patel Forecast Breaking: અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી, ગુજરાતમાં આકરી ગરમી પછી 16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો

Ambalal Patel Forecast Breaking: અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી, ગુજરાતમાં આકરી ગરમી પછી 16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો

| Edited By: | Updated on: Oct 05, 2026 | 1:48 PM

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો દોર યથાવત રહેવાની શક્યતા છે. ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઇ શકવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

મધ્ય ગુજરાતમાં 37થી 40 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 37થી 38 ડિગ્રી અને મોરબી-સુરેન્દ્રનગરમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છમાં પણ 37થી 38 ડિગ્રી જ્યારે દ્વારકામાં 37થી 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની વકી છે. ભરૂચ, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ગરમી અનુભવાઈ શકે છે.

10થી 12 ઓક્ટોબર વાદળછાયું વાતાવરણની શક્યતા

આગાહી મુજબ 10થી 12 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે 16 ઓક્ટોબરથી હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 17 ઓક્ટોબરથી દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

12થી 15 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી સક્રિય રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નોલા વાવાઝોડું વધુ મજબૂત બની સુપર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે અને તેમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. વાવાઝોડાની અસર દક્ષિણ ચીન અને જાપાનમાં વધુ જોવા મળી શકે છે. જો વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં પહોંચશે તો ત્યાંની સિસ્ટમ વધુ સક્રિય બની શકે છે.

મહિનાના અંતમાં માવઠાની શક્યતા

અંબાલાલ પટેલે મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે. 20 ઓક્ટોબરની આસપાસ અલ નીનોની અસર ન થાય તો વરસાદની શક્યતા હોવાનું અનુમાન છે. જોકે આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ અને તેની દિશા મુજબ ગુજરાતના હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર! આગામી 5 વર્ષમાં પાણીની અછતનો ભય, AMCની નવી તૈયારી

Published on: Oct 05, 2026 01:32 PM
Follow Us
Loading...
Unable to load recommendations.