AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ, શાકભાજી વિક્રેતાઓમાં રોષ, જુઓ Video

Breaking News: અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ, શાકભાજી વિક્રેતાઓમાં રોષ, જુઓ Video

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 29, 2026 | 12:04 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. કોર્પોરેશને પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ અંગે જાહેરનોટિસ બહાર પાડી છે. મનપાના નિર્ણયથી રસ્તા અને ફૂટપાથ પર લારી-ગલ્લા અથવા અન્ય રીતે શાકભાજી વેચતા વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. કોર્પોરેશને પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ અંગે જાહેરનોટિસ બહાર પાડી છે. મનપાના નિર્ણયથી રસ્તા અને ફૂટપાથ પર લારી-ગલ્લા અથવા અન્ય રીતે શાકભાજી વેચતા વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

નક્કી કરેલા સ્થળે જ શાકભાજી વેચી શકાશે

મનપાની સૂચના મુજબ હવે શાકભાજીનું વેચાણ મનપા દ્વારા નક્કી કરાયેલા શાક માર્કેટ અથવા નિયત સ્થળોએ જ કરવાનું રહેશે. જાહેર રસ્તા, ફૂટપાથ કે અન્ય જાહેર જગ્યાઓ પર શાકભાજી વેચાણ કરીને ટ્રાફિક અને રાહદારીઓને અડચણ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

જાહેર નોટિસનું ઉલ્લંઘન કરનાર સામે ગેરકાયદે દબાણ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની મનપાએ ચીમકી આપી છે. નિયમોનું પાલન નહીં કરનાર વિક્રેતાઓ સામે કાર્યવાહી કરીને રસ્તા અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરવામાં આવી શકે છે.

લારી અને માલસામાન જપ્ત કરી દંડ ફટકારાશે

મનપાના નિયમનો ભંગ કરનાર પાસેથી શાકભાજી સહિતનો માલસામાન અને લારી જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત વિક્રેતાને દંડ પણ ફટકારવામાં આવશે. મનપાની જાહેરનોટિસ બાદ રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચતા વિક્રેતાઓએ હવે નિયત સ્થળે જ વેચાણ કરવું પડશે.

અમલની તારીખ અંગે હજુ સ્પષ્ટતા નહીં

જોકે, મનપા દ્વારા પ્રતિબંધ અંગે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ નવા નિયમની અમલવારી ક્યારથી શરૂ થશે તે અંગે હજુ સ્પષ્ટ તારીખ જાહેર કરવામાં આવી નથી. તેથી હાલ વિક્રેતાઓમાં નિયમના અમલ અને કાર્યવાહી અંગે પણ ચર્ચા જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Breaking News : નખત્રાણાના યક્ષ મેળામાં ફૂડ વિભાગનો સપાટો! 1,000થી વધુ કોટન કેન્ડીનો સ્થળ પર જ કરાયો નાશ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">