Breaking News : સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાના કેસમાં આરોપી કિશોરની ચેટ વાયરલ, હુમલા બાદ પણ કોઈ પસ્તાવો ન હોય તેમ છરી માર્યાનો કર્યો સ્વીકાર, જુઓ Video
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાબાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે. ત્યારબાદ સમગ્ર ઘટનામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિશોરની એક સોશિયલ મીડિયાની ચેટ સામે આવી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યાબાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે. ત્યારબાદ સમગ્ર ઘટનામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિશોરની એક સોશિયલ મીડિયાની ચેટ સામે આવી છે. આરોપી કિશોરે ઘટનાને અંજામ આપ્યા પછી સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથે ચેટ કરી હતી. હુમલા બાદ આરોપીને કોઈ પણ પસ્તાવો ન હોય તેમ છરી માર્યાનો સ્વીકાર કર્યો છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ છરી મારી હોવાનો સ્વીકાર કર્યો છે. આરોપીએ તેના મિત્રને મેસેજમાં કહ્યું કે જઈને કહી દે કે મેં માર્યો છે.કૃત્યનો અફસોસ ન હોય તેમ કહ્યું, “જે થઇ ગયું એ થઇ ગયું” ચેટ સામે આવતા હત્યા કરનાર કિશોરની માનસિકતા છતી થઈ છે.
પૂર્વ વિસ્તારમાં બંધનું એલાન જાહેર
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ઘટનાના વિરોધમાં આજે પૂર્વ વિસ્તારમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મણિનગરમાં સિંધી માર્કેટમાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે જવાબદારો સામે અને શાળા સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રેલી કાઢી વેપારીઓએ તેમનો વિરોધ દર્શાવ્યો છે. ચાલુ કરાયેલી દુકાનોને પણ અન્ય વેપારીઓ દ્વારા બંધ કરાઈ છે.
DEOએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા આપી સૂચના
સેવન્થ ડે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાશે. તેમજ DEOએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા સૂચના આપી છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે તમામ શાળાઓમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
