Breaking News :  અમદાવાદના દિલજીત દોસાંઝના શોની મંજુરી પહેલાં જ તંત્રની કામગીરીને લઈ સવાલ , જુઓ વીડિયો

Breaking News : અમદાવાદના દિલજીત દોસાંઝના શોની મંજુરી પહેલાં જ તંત્રની કામગીરીને લઈ સવાલ , જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 18, 2026 | 1:00 PM

દિલજીતનો અમદાવાદનો કોન્સર્ટ 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.ત્યારે આ કોન્સર્ટ પહેલા અનેક સવાલો થઈ રહ્યા છે.નિયમોને નેવે મૂકીને સ્ટેડિયમમાં સ્ટ્રક્ચર ઊભું કરાયું હોવાની માહિતી હાલ સુત્રો પાસેથી સામે આવી રહી છે.

દિલજીત દોસાંઝ હાલમાં પોતાના ઓરા ઈન્ડિયા ટૂર 2026ને લઈ ચર્ચામાં છે. જેની શરુઆત તેમણે 30 ઓક્ટોમ્બરથી દિલ્હીથી કરી હતી. ત્યારબાદ ઈન્દોરમાં અને હવે દિલજીત દોસાંઝનો શો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. દિલજીત દોસાંઝ 21 નવેમ્બરના રોજ પરફોર્મ કરશે. આ પહેલા તે સાસણ ગીરમાં જંગલ સફારીનો પણ આનંદ માણી ચૂક્યા છે.

તંત્રની કામગીરીને લઈ સવાલ

અમદાવાદમાં દિલજીત દોસાંઝના શો પહેલાં તંત્રની કામગીરીને લઈ સવાલ ઉભા થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરના રોજ દિલજીતના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દિલજીત અને ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશાળ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.નિયમોને નેવે મૂકીને સ્ટેડિયમમાં સ્ટ્રક્ચર ઊભું કરાયું હોવાની માહિતી હાલ સુત્રો પાસેથી સામે આવી રહી છે.ફાયર વિભાગના નિયમો મુજબ ફાયર NOC વિના કોઈ હંગામી બાંધકામ ન કરી શકાય.

આક્ષેપ ઊઠી રહ્યા છે કે IS 8758ના નિયમોને નેવે મુકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. સવાલ એ છે કે જન્માષ્ટમી, નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન ફાયર વિભાગ યોગ્ય નિયમોના પાલનની વાત કરે છે. તો દિલજીતના કિસ્સામાં નિયમોમાં ઢીલ શા માટે !

ત્યારે બીજો સવાલ એ પણ થાય કે, ફાયર NOC પહેલાં કામચલાઉ સ્ટ્રક્ચર ઊભા કરવાની મંજૂરી કોણે આપી?શું સ્ટ્રક્ચર ઊભા કરવા AMC કે ફાયર વિભાગની પરવાનગી લેવાઈ હતી? શું સ્ટેજ અને અન્ય કામચલાઉ બાંધકામ IS 8758ના માપદંડો મુજબ છે? સ્ટ્રક્ચરમાં વપરાયેલી સામગ્રી ફાયર રિટાર્ડન્ટ છે? શું ઈમરજન્સી એક્ઝિટની પૂરતી વ્યવસ્થા છે?શું ફાયર ફાઈટિંગના સાધનોની પૂરતી વ્યવસ્થા છે? મંજૂરી વગર કામ થયું હોય તો શું જવાબદાર સામે કાર્યવાહી થશે?

 

ધમાકેદાર એક્ટિંગ અને અવાજનો બાદશાહ દિલજીત દોસાંઝના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Published on: Nov 18, 2026 12:42 PM
Follow Us
Loading...
Unable to load recommendations.