Breaking News: અમદાવાદ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં બબાલ ! પોલીસે બુથ એજન્ટને માર્યો લાફો, જુઓ-Video

| Updated on: Apr 28, 2026 | 1:25 PM

ભાજપના બુથ એજન્ટ પ્રવણસિંહ ડોડિયા અને પોલીસ અધિકારી વચ્ચે કોઈ બાબતને લઈને ચકમક થઈ હતી. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા પ્રવણસિંહ ડોડિયાને લાફો મારાતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

અમદાવાદમાં મતગણતરી દરમિયાન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ દરમિયાન પોલીસ અને ભાજપના બુથ એજ્ન્ટ વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેના કારણે માથાકૂટ સર્જાઈ હતી.

એલ ડી કોલેજ ખાતે બબાલ

મળતી માહિતી મુજબ, ભાજપના બુથ એજન્ટ પ્રવણસિંહ ડોડિયા અને પોલીસ અધિકારી વચ્ચે કોઈ બાબતને લઈને ચકમક થઈ હતી. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા પ્રવણસિંહ ડોડિયાને લાફો મારાતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. આ ઘટનાને પગલે વાસણા વિસ્તારના ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ભાજપના બુથ એજન્ટને પોલીસે લાફો માર્યો

પોલીસે પ્રવણસિંહ ડોડિયાને લાફો મારતા એજન્ટ અને પોલીસ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસ અને એજન્ટને છૂટા પાડ્યા હતા.

કાબૂમાં લઈને મતગણતરી ફરી શરુ કરી

મતગણતરી કેન્દ્ર ખાતે થયેલી આ માથાકૂટને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લઈને મતગણતરીની પ્રક્રિયા યથાવત ચાલુ રાખી હતી. ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: અમદાવાદમાં LD કોલેજ ખાતે પોલીસ અને કાર્યકરો વચ્ચે માથાકૂટ, મતગણતરી પ્રવેશ દરમિયાન માથાકૂટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Apr 28, 2026 12:49 PM
Follow Us