Breaking News : અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 7 થી 11 વાગ્યા સુધીમાં 29 EVM બદલવામાં આવ્યા, જુઓ-Video
મળતી માહિતી મુજબ, 19 બેલેટ યુનિટ (BU) અને 10 કંટ્રોલ યુનિટ (CU) બદલવામાં આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી વધુ 7 BU અને 3 CU બદલવાના બનાવ નોંધાયા છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અમદાવાદમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં EVM મશીનોમાં ખામી સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કુલ 29 EVM મશીનો બદલવામાં આવ્યા હતા.
7થી 11 વાગ્યા સુધીમાં 29 EVM બદલવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, 19 બેલેટ યુનિટ (BU) અને 10 કંટ્રોલ યુનિટ (CU) બદલવામાં આવ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી વધુ 7 BU અને 3 CU બદલવાના બનાવ નોંધાયા છે, જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં પણ 1 BU બદલવામાં આવ્યું છે.
સૌથી વધારે વસ્ત્રાલમાં BU અને CU મશિન દબલાયા
આ તમામ પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી તંત્રએ ઝડપથી કાર્યવાહી કરીને મતદાન પ્રક્રિયા યથાવત રાખી હતી. અમદાવાદના તમામ 48 વોર્ડમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
EVMમાં આવેલી ટેકનિકલ ખામીઓ
આ ઉપરાંત, ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે EVMમાં આવેલી ટેકનિકલ ખામીઓને તાત્કાલિક સુધારીને મતદાનમાં કોઈ મોટી અડચણ ન આવે તે માટે ઝડપી પગલાં લેવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં મશીનો બદલવામાં આવ્યા હતા, ત્યાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.