AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: અમદાવાદમાં નારણપુરામાં ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ, ઘરના 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video

Breaking news: અમદાવાદમાં નારણપુરામાં ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ, ઘરના 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video

| Updated on: Mar 31, 2026 | 1:56 PM
Share

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં વહેલી સવારે ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઘટનાની શરૂઆત ગેસ લીકેજથી થઈ હતી. સ્થાનિક લોકોએ ગેસ લીકેજની ગંધ આવતાં Fire Departmentને જાણ કરી હતી. જોકે ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

108 Emergency Serviceની મદદ લીધી

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરના મુખ્ય દરવાજા તૂટી પડ્યા હતા. સાથે જ આસપાસના બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ઘાયલોને બહાર કાઢી 108 Emergency Serviceની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ કોઈ તણખલો કે આગ લાગતા જ વિસ્ફોટ થયો હતો. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ગેસ સિલિન્ડર વાપરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Breaking News : PM નરેન્દ્ર મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, કહ્યુ- ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">