Breaking News : અમદાવાદનો ફ્લાવર શો જોવું મોંઘુ પડશે, ટિકિટમાં વધારો કરવાની તૈયારી, જુઓ Video
અમદાવાદનો ફ્લાવર શો જોવાનું મોંધુ બની શકે છે. ફ્લાવર શો ની ટિકિટમાં વધારો કરવાની AMC ની તૈયારી છે.મુલાકાતીઓ ફ્લાવર શો સાથે અટલ બ્રિજની મુલાકાત લઈ શકે એવી કોમ્બો ટિકિટનું આયોજન કરવામાં આવશે.AMCની આજે મળનાર રિક્રિએશન કમિટિમાં વધારા અંગે નિર્ણય લેવાશે.
અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. પરંતુ ફ્લાવર શોની ટિકિટ મોંઘી પડશે.
ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરવાની તૈયારી
અમદાવાદ ફ્લાવર શો 2027ની મુલાકાત લેવી લોકોને મોંઘી પડી શકે છે. AMCની ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરવાની તૈયારી છે. AMCની રિક્રિએશન કમિટીમાં ટિકિટના દરમાં વધારાની દરખાસ્ત કરાઈ છે.સોમવારથી શુક્રવાર ટિકિટના ભાવ 120 રૂપિયા કરવા દરખાસ્ત, તેમજ શનિ-રવિ અને જાહેર રજાના દિવસે 150 રૂપિયા કરવા દરખાસ્ત છે.
ગત્ત વર્ષ કરતા ખર્ચ વધુ થવાનો હોવાનું કારણ આગળ ધરાયું છે.ફ્લાવર શોમાં 20થી 22 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મુલાકાતીઓ માટે કોમ્બો ટિકિટનું પણ આયોજન કરવામાં આવશે.આજે AMCની રિક્રિએશન કમિટીમાં નિર્ણય લેવાશે.
ફ્લાવર શોમાં અનેક પ્રજાતિના સ્વદેશી અને વિદેશી ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત ઉપરાંત સેલ્ફી પોઇન્ટ, પશુ પંખી સહિત વિવિધ વિષયના આકર્ષક ફ્લાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહે છે.
ફ્લાવર શોની ટિકિટના ભાવ
તમને જણાવી દઈએ કે,અમદાવાદના ફ્લાવર શો વર્ષ 2025માં સોમથી શુક્રવારે 70 રુપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી હતી. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રુપિયા રાખવામાં આવી હતી. વર્ષ 2026માં ફ્લાવર શોની ટિકિટ મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર રૂ. 80 અને શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે રૂ. 100 નક્કી કરવામાં આવ્યો હતો. આ વખતે આ ટિકિટમાં વધારો જોવા મળી શકે છે. વર્ષ 2027માં સોમવારથી શુક્રવાર ટિકિટના ભાવ 120 રૂપિયા કરવા દરખાસ્ત, તેમજ શનિ-રવિ અને જાહેર રજાના દિવસે 150 રૂપિયા કરવા દરખાસ્ત છે.