Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video

Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video

| Edited By: | Updated on: Nov 27, 2026 | 3:05 PM

અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 700થી વધુ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ડેન્ગ્યુના કેસ બમણા નોંધાયા છે.

અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 700થી વધુ લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ડેન્ગ્યૂના કેસ બમણા નોંધાયા છે.

ઓક્ટોબરમાં 553 ડેન્ગ્યુના કેસ નોંધાયા

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસમાં સૌથી વધુ વધારો ઓક્ટોબર મહિનામાં જોવા મળ્યો હતો. માત્ર એક જ મહિનામાં 553 કેસ નોંધાયા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને ડેન્ગ્યૂ થયો છે. આ આંકડા શહેરમાં મચ્છરજન્ય રોગોના વધતા જોખમ તરફ ધ્યાન દોરે છે.

ડેન્ગ્યુ સાથે અન્ય રોગોમાં પણ વધારો

અમદાવાદમાં માત્ર ડેન્ગ્યૂ જ નહીં, પરંતુ ટાઇફોઇડ, કમળો  અને ઝાડા-ઊલટી જેવા રોગોના કેસમાં પણ વધારો નોંધાયો છે. રોગચાળાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આરોગ્ય અંગે સાવચેતી રાખવી જરૂરી છે.

મચ્છરોથી બચવા રાખો સાવચેતી

ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરો પાણી ભરાયેલા સ્થળોએ પેદા થઈ શકે છે. ઘરની આસપાસના કુંડા, ટાયર, પાણીની ટાંકી અને અન્ય વાસણોમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેને નિયમિત ખાલી કરવું જોઈએ.શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા અને મચ્છર ભગાડવાના ઉપાયોનો ઉપયોગ કરવો. તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે. અમદાવાદમાં વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જાળવવી અને આરોગ્ય અંગે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન કેસ ગરમાયો, મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video

Published on: Nov 27, 2026 03:04 PM
Follow Us
Loading...
Unable to load recommendations.