Breaking News : આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી થતાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ, જુઓ Video
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં 2 કલાકના ભારે વરસાદમાં કમર સુધીના પાણી ભરાતા લોકો ફસાયા છે. આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી.
અમદાવાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્ય છે. ત્યારે આંબલી ગામ પાણીમાં ડૂબ્યું છે. આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી.તળાવની દિવાલ તૂટતા પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. તો કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.આંબલી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારો બંધ થયો
અમદાવાદનાં પોશ વિસ્તાર તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે.અમદાવાદનાં કેટલાક વિસ્તારો જળમગ્ન થતાં લોકો પરેશાન થયા છે.ભારે વરસાદના કારણે આનંદનગર રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારો બંધ થયો છે.રસ્તાઓ પર પાણી અને માર્ગ બંધ થવાથી લોકોને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે તંત્રનાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા મામલે DEO દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.વિદ્યાર્થીઓને જોખમ ન ખેડવું પડે તેની તકેદારી રાખવા સૂચના, તેમજ વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે માટેનો નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.