અમદાવાદ શહેરની સ્કૂલને આજ સવારથી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.શહેરની 15થી વધુ સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.સેંટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચને મળ્યો મેલ.ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયમ સ્કૂલને પણ ધમકી મળી છે. આ વચ્ચે પ્રજાસત્તાક દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.ઉડાન પહેલાના ચેકિંગ માટે વહેલા આવવા સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ કરાશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે વખત ચેકિંગ કરાશે.
સુરક્ષાને ધ્યાને રાખીને જરૂરી તપાસ માટે અનુકૂળ સમય લઈને ચાલવા એરપોર્ટ તરફથી સૂચના આપવામાં આવી છે. ટુંકમાં જો તમારી પણ ફ્લાઈટની ટિકિટ છે. તો સમયે પહેલા એરપોર્ટ પર પહોંચી જજો. બાકી ફ્લાઈટ ચૂકવાનો પણ વાળો આવી શકે છે. કારણ કે, ચેકિંગમાં વધુ સમય લાગી શકે છે.સુરક્ષાના ભાગ રુપે સમય કરતા વહેલા આવવાનું કહ્યું છે.