Breaking News: આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, માત્ર 39 દિવસમાં પરિવારને મળ્યો ન્યાય, Video

| Updated on: Jan 17, 2026 | 2:08 PM

આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.

રાજકોટમાં આટકોટના કાનપુરમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં રાજકોટ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ મામલે રાજકોટ કોર્ટ નરાધમને ફાંસીની સજા ફટકારી છે. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 11 દિવસની ચાર્જશીટ અગાઉ રજૂ કરી હતી,  જે મામલે આજે ફાઈન ચૂકાદો આવવાનો હતો જેમાં કોર્ટે આરોપીને ફાસીની સજાની જાહેરાત કરી છે.

આટકોટ કેસમાં આરોપીને ફાંસીની સજા

આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. આ મામલે પહેલી વાર માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો છે.

માત્ર 39 દિવસમાં પરિવારને મળ્યો ન્યાય

4 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર એક વ્યક્તિએ અમાનવીય અત્યાચાર કર્યો હતો. આરોપી રેમસીંગ તેરસીંગે બાળકી સાથે દુષ્કર્મ આચરીને ક્રૂરતાની હદ વટાવી હતી, જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી.

7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

ઘટનાના સમયે બાળકી બૂમાબૂમ કરવા લાગી ત્યારે આરોપી તેને ઝાડ નીચે ગંભીર હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. બાળકીની સ્થિતિ નાજુક બની જતા આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

સમયસર મળેલી તબીબી સારવારના કારણે બાળકીનો જીવ બચી ગયો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને શોકની લાગણી ફેલાવી હતી, જ્યારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટ કોર્ટે અપરાધીને ફાસીની સજા કરીને પરિવારને ન્યાય આપાવ્યો છે.

Breaking News: કચ્છના ખાવડામાં મોડી રાતે ભૂકંપનો આંચકો, તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલ નોંધાઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jan 17, 2026 12:28 PM