Breaking News : વિજાપુરના એક મકાનમાં 14 લાખની થઈ ચોરી, પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:39 AM

મહેસાણાના વિજાપુરમાં ચોરીની ઘટના બની છે. વિજાપુરના એક મકાનમાં 14 લાખની ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યુ હતુ. અને ચોરી કરી હતી. ઘરમાં પડેલા 28 તોલા સોનાના દાગીના લઈ ચોર ફરાર થઈ ગયા છે.

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે. મોટા ભાગની ચોરીની ઘટના બંધ મકાનમાં થતી હોય છે. આવી જ એક ચોરીની ઘટના મહેસાણાના વિજાપુરમાં બની છે. વિજાપુરના એક મકાનમાં 14 લાખની ચોરીની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : Mehsana: તંત્રની ઘોર બેદરકારીથી 9 ગાય મોતને ભેટી હોવાનો આક્ષેપ, જીવદયા પ્રેમીઓએ કરી લેખિત રજૂઆત, જુઓ Video

બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યુ હતુ અને ચોરી કરી હતી. ઘરમાં પડેલા 28 તોલા સોનાના દાગીના લઈ ચોર ફરાર થઈ ગયા છે. ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા તે દરમિયાન ચોર ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ મહેસાણાના ઝુલાસણ પાસે કંપનીમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. ડેટોન કુલ નામની કંપનીમાંથી કોપરના સામાનની ચોરી થઈ હોવાની ઘટના બની છે. કોપરનો સમાન, લેપટોપ, પ્રિન્ટર મળી કુલ રૂ.10.65 લાખની ચોરીની ફરિયાદ કરવામાં આવે છે. 5 જેટલા શખ્સો ચોરી કરતા CCTVમાં કેદ થયા છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો