Breaking News : ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું ! અદ્ભુત દૃશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ-Video

| Updated on: Aug 03, 2026 | 12:52 PM

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરસાદી માહોલમાં ગીર વિસ્તારમાં સિંહો ઘણીવાર રસ્તા પર જોવા મળે છે. જોકે, એકસાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર ઉતરી આવવું ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે.

ગીરના જંગલ વિસ્તારમાં ફરી એકવાર સિંહોનું અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના જામવાળા-માધુપુર રોડ પર વરસાદી માહોલ વચ્ચે એકસાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર આવી ચડતાં થોડા સમય માટે સમગ્ર ટ્રાફિક થંભી ગયો હતો.

12 સિંહો નિર્ભયપણે રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા

પ્રાપ્ત માહિતી મુજબ, સિંહણો અને તેમના બચ્ચાં સહિત કુલ 12 સિંહો નિર્ભયપણે રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા. અચાનક સિંહો રસ્તા પર આવી જતાં બંને તરફથી પસાર થતાં વાહનચાલકોએ પોતાના વાહનો રોકી દીધા અને સુરક્ષિત અંતર જાળવી રાખ્યું.

આ અદ્ભુત દૃશ્યને નિહાળવા માટે વાહનચાલકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં આ દુર્લભ ક્ષણોને કેદ કરી લીધી. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દુર્લભ ઘટના કેમેરામાં કેદ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરસાદી માહોલમાં ગીર વિસ્તારમાં સિંહો ઘણીવાર રસ્તા પર જોવા મળે છે. જોકે, એકસાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર ઉતરી આવવું ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે.

થોડી વાર રસ્તા પર રહ્યા પછી ફરી જંગલ તરફ જતા રહ્યા સાવજ

સિંહો થોડો સમય રસ્તા પર રોકાયા બાદ જંગલ તરફ આગળ વધતાં ટ્રાફિક ફરીથી પૂર્વવત શરૂ થયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો, પરંતુ વાહનચાલકોને ગીરના સાવજોના અદ્ભુત દર્શન જરૂર થયા હતા.

વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદી આવેલા પૂરથી 10 ગામમાં તારાજી- Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.