Breaking News : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ત્રણ માળનો ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી, 26 લોકોનો આબાદ બચાવ

| Edited By: | Updated on: May 11, 2023 | 11:24 PM

અમદાવાદ ના વેજલપુર વિસ્તાર નો આ બનાવ છે જ્યાં સોનલ સિનેમા રોડ પર ત્રણ માળના ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થયો છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા

અમદાવાદ ના વેજલપુર વિસ્તાર નો આ બનાવ છે જ્યાં સોનલ સિનેમા રોડ પર ત્રણ માળના ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થયો છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

યાસ્મીન અને નવસાદ સોસાયટી પાસેનો આ સમગ્ર બનાવ છે. ત્રણ માળનો ગોલ્ડન ફ્લેટ થયો ધરાશાયી થયો છે. ફ્લેટ ધારાશાયી થતા ચાર જેટલા લોકો દટાયા હોવાની પણ માહિતી મળી હતી. જોકે ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું. આસપાસના સ્થાનિકો પણ આ રેસક્યું ઓપરેશનામાં જોડાયા હતા. જે બાદ તમામ લોકોને ભાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં અન્ય 26 લોકોનો આબાદ બચાવ થયો હોવાની માહિતી પણ મળી હતી.

છેલ્લા કેટલાય સમયથી આ ઇમારતમાં તીરાડો પડી હતી. જેને લઈ લોકો એ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 50 થી 60 વર્ષ જૂની આ ઇમાંરત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

આજે સવારે કેટલાક લોકોએ આ મકાન ખાલી કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે આ ગોલ્ડ નામના ફ્લેટમાં 4 જેટલા લોકો હતા ત્યારે આ બનાવ બન્યો જોકે ફર દ્વારા આ તમામનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોએ જણાવ્યુ કે આમાં બે જેટલા પરિવારો હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળની મુલાકાત માટે પહોચ્યા છે. ખાસ કરીને 23 મકાનો આ ફ્લેટમાં હતા. જોકે હાલ આ તમામ ફ્લેટ ખાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા આ તૂટેલા કાટમાળને ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 11, 2023 10:01 PM