Breaking News : લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત, 4 ગંભીર રીતે ઘાયલ
સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે પર મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો છે. પદયાત્રીઓ માતાજીના દર્શન અર્થે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત થયા છે.પૂરપાટ ઝડપે જતા ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં 5 મહિલા અને 2 પુરુષના મોત થયા છે.4 ગંભીર ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ યાત્રિકો શિવપુરાણમાં પણ ભાગ લેવાના હતા. તે પહેલા યાત્રિકો કાળનો કોળિયો બન્યા હતા.
વાહન ચાલકે આ સંઘને અડફેટ લીધો
પ્રાથમિક તપાસમાં રાજકોટના ગટકા ગામના પદયાત્રીઓ વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 પદયાત્રીના ઘટના સ્થળે મૃત્યું થયા છે. જ્યારે 4 પદયાત્રીકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોડી સાંજે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રિકો ગઢકા ગામના વતની હતા. કુલ 700 પદયાત્રીનો સંઘ પગપાળા વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો.રસ્તાની સાઈડ પર ઉભેલા ટ્રકને ઓવર ટેક કરવા જતા અન્ય વાહન ચાલકે આ સંઘને અડફેટ લીધો હતો.