Breaking News : મહીસાગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 30, 2025 | 11:37 AM

મહીસાગરના કડાણા તાલુકા હેલ્થ કચેરીના એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિકૃત માનસિકતા ધરાવતા તબીબ અને સાથી મહિલા તબીબને ટર્મિનેટ કરાયા છે. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

મહીસાગરના કડાણા તાલુકા હેલ્થ કચેરીના એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિકૃત માનસિકતા ધરાવતા તબીબ અને સાથી મહિલા તબીબને ટર્મિનેટ કરાયા છે. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અશ્લીલ હરકત કરનાર તબીબ ડૉ. સ્નેહલ વરસાત અને સહકર્મી મહિલા તબીબને ફરજમુક્ત કરાયા છે. અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થતા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોન્ફરન્સ રુમના CCTVમાં અશ્લીલ હરકત કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

દાહોદમાં પણ કર્યું હતુ મહિલા સાથે ગેરવર્તન

મહત્વનું છે કે વિકૃત માનસિકતા ધરાવતા તબીબે પહેલીવાર આ પ્રકારની હરકત કરી હોય તેવું નથી. આ અગાઉ દાહોદમાં 108માં ફરજ બજાવતા સમયે પણ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. તે સમયે પણ ફરિયાદ બાદ લંપટ તબીબને છૂટો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે લાજવાને બદલે તબીબ ગાજ્યો અને ફરી એકવાર અડપલા જેવી કરતૂત કરી. આ ઘટના બાદ હવે આરોગ્ય વિભાગ લંપટ તબીબ સામે કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો