Dwarka: તીર્થ પુરોહીત ગુગળી બ્રાહ્મણો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ સર્જાયો

| Edited By: | Updated on: Apr 30, 2022 | 10:19 PM

દ્વારકાથી દિલ્હીથી આવેલા વી.આઇ.પી. મહેમાનો દ્વારા બ્રાહ્મણોને ઈચ્છાશક્તિ મુજબ દાન આપતા તે સમયે ટ્રસ્ટી સમીર પટેલે ગુગળી બ્રહ્મસમાજ ચોર છે તેવું કહેતા મામલો ગરમાયો હતો.જેમાં સમગ્ર મામલે ટ્રસ્ટી સમીર પટેલ માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલનની ગુગળી બ્રાહ્મણ સમાજે ચીમકી ઉચ્ચારી હતી

ગુજરાતના(Gujarat)  બેટ દ્વારકામાં(Dwarka) તીર્થ પુરોહીત ગુગળી બ્રાહ્મણોને(Brahmin) ટ્રસ્ટી દ્વારા ચોર કહેવાતા વિવાદ સર્જાયો છે. જેમાં યોગ્ય કાર્યવાહીની માંગણી સાથે ગૂગળી બ્રાહ્મણોએ પ્રાંત અધિકારી દ્વારકાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બેટ દ્વારકામા આવેલ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ દ્વારા જાહેરમાં ગુગળી બ્રાહ્મણોને ચોર કહેતા વિવાદ સર્જાયો હતો. તેમજ દિલ્હીથી આવેલા વી.આઇ.પી. મહેમાનો દ્વારા બ્રાહ્મણોને ઈચ્છાશક્તિ મુજબ દાન આપતા તે સમયે ટ્રસ્ટી સમીર પટેલે ગુગળી બ્રહ્મસમાજ ચોર છે તેવું કહેતા મામલો ગરમાયો હતો.

જેમાં સમગ્ર મામલે ટ્રસ્ટી સમીર પટેલ માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલનની ગુગળી બ્રાહ્મણ સમાજે ચીમકી ઉચ્ચારી હતી. તેમજ મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ એકઠા થતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 30, 2022 10:16 PM