Botad Tragedy : ઝેરી દારૂ કેસના પીડિત પરિવારોના ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે  દેખાવો

Botad Tragedy : ઝેરી દારૂ કેસના પીડિત પરિવારોના ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો

| Edited By: | Updated on: Aug 05, 2022 | 11:04 PM

બરવાળા ઝેરી કેમિકલ કાંડ મુદ્દે પીડિત પરિવારોએ ન્યાયની માગ સાથે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે બેનર સાથે પીડિત પરિવારોએ દેખાવ કર્યા હતા અને રાજ્યપાલને રજૂઆત કરવા સમય માગ્યો હતો.

Botad Tragedy :  બરવાળા ઝેરી કેમિકલ કાંડ મુદ્દે પીડિત પરિવારોએ ન્યાયની માગ સાથે ગાંધીનગરમાં(Gandhinagar)  ધામા નાંખ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે બેનર સાથે પીડિત પરિવારોએ દેખાવ કર્યા(Protest)  હતા અને રાજ્યપાલને રજૂઆત કરવા સમય માગ્યો હતો. જો કે રાજ્યપાલે મળવા માટે સમય ન આપ્યો હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ છે..પીડિત પરિવારને સરકાર સહાય આપે તેવી માગ સાથે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.સાથે સાથે કેમિકલ કાંડમાં જવાબદાર બુટલેગરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ માગ કરી છે.. સાથે જ જ્યાં સુધી રાજ્યપાલ સાથે મુલાકાત નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જવાની ચીમકી ઉચ્ચારી છે.

આ દરમ્યાન બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠા કાંડ મુદ્દે AMOS કંપનીના ડાયરેક્ટરની આગોતરા અરજી હાઈકોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જેને લઈને ડાયરેક્ટરોએ અરજી પરત ખેંચી લીધી છે. કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે મંજૂરી આપી છે.

જયારે અરજી કર્યા બાદ 7 દિવસમાં સેશન્સ કોર્ટે નિર્ણય લેશે.. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ ટકોર કરી હતી કે, “બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?” ,આ સાથે કોર્ટે તે પણ ઉમેર્યું કે મિથેનોલ માટેના લાયસન્સ ની આકરી શરતો હોય છે અને આ સમગ્ર બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે

Published on: Aug 05, 2022 11:01 PM