બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરમાં આબેહુબ હિમાલયનો શણગાર કરાયો, લાખો ભક્તોએ લ્હાવો લીધો

|

Jan 08, 2022 | 2:51 PM

હાલ ધનુરમાસ ચાલતો હોવાથી સાળંગપુર મંદિરમાં દર શનિવારે અલગ-અલગ ભવ્ય શણગાર કરવામાં આવે છે. જે અંતર્ગત જ હનુમાનજીને મંદિર વિભાગે ભવ્ય હિમાલયનો શણગાર કર્યો હતો.

બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આબેહુબ હિમાલયનો શણગાર કરાયો. આ હિમાલય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. હાલ ધનુરમાસ ચાલતો હોવાથી સાળંગપુર મંદિરમાં દર શનિવારે અલગ-અલગ ભવ્ય શણગાર કરવામાં આવે છે. જે અંતર્ગત જ હનુમાનજીને મંદિર વિભાગે ભવ્ય હિમાલયનો શણગાર કર્યો હતો. તો મંદિરમાં બરફવર્ષા થઈ રહી હોય તેવો ભક્તોએ પણ અનુભવ કર્યો હતો.

બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર થશે

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિરમાં ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે. જેમાં એકસાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક રાજમહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે. દિવાળી પહેલા આ સમગ્ર કામગીરી પૂર્ણ થશે તેવું મદિરના કોઠારીએ નિવેદન આપ્યું છે.

હાલ ખુબજ મોટી સંખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા ૭ એકરમાં રૂ. ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે . જેમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે. અને લાઈનમાં ઉભું નહીં રહેવું પડે.

આ પણ વાંચો : વલસાડ : બર્થડે પાર્ટીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ, બિલ્ડર બિપિન પટેલની કન્સ્ટ્રકશન સાઈટ પર ઉજવણી

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના 17 ખેડૂત સાથે રૂપિયા 65 લાખથી વધુ રૂપિયાની થઈ છેતરપિંડી

Next Video