Botad: બોટાદના બરવાળા પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયુ છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં ફરી મેઘમહેર થઈ છે. શહેરના મોચી બજાર, છત્રી ચોક. શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ST બસ મથક, સાળંગપુરમાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે. સાળંગપુર, ખાંભડા, બેલા કુંડળ, રામપરા, ખમીદાણા, રોજીદ અને રાણપરીમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં છેલ્લા અનેક દિવસથી વરસાદી માહોલ યથાવત છે.
આ પણ વાંચો : Botad: પરીએજ યોજના ફારસરૂપ બની, પાઈપ જમીનમાંથી 10 ફૂટ બહાર આવી, જુઓ Video
બોટાદમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઘેલો નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેલો નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીર આવતા ગઢડાના જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. જેનાથી 15 ગામોને પીવાના પાણી અને સિંચાઈનો લાભ થશે. રમાઘાટ ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે. ડેમનું કુદરતી સૌદર્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો