Botad: રાણપુરના ઉમરાળા ગામે વરસાદે સર્જી તારાજી, ગોમા નદી પર આવેલો ચેકડેમ તૂટ્યો- જુઓ Video

|

Jul 23, 2023 | 11:19 PM

Botad: રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પડેલા વરસાદે તારાજી સર્જી છે. ડેમના પાણી ગામના ઘરોમાં અને ખેતરોમાં ઘુસ્યા છે. જેના કારણે ઘરો અને ખેતરોને ભારે નુકસાન પહોંચ્યુ છે.

Botad: બોટાદમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પડેલા ભારે વરસાદ તારાજી સર્જી. બારે મેઘ ખાંગા થતા ગોમા નદી પર આવેલો ચેકડેમ તૂટ્યો અને ડેમના પાણી ગામના ઘરોમાં અને ખેતરોમાં ઘૂસ્યા. જેના કારણે ઘરો અને ખેતરોને ભારે નુકસાન થયું છે. રાણપુર પંથકમાં અતિ ભારે વરસાદ બાદ સર્જાયેલ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

40 વર્ષ જૂનો ચેકડેમ તૂટ્યો

જેમાં ઉમરાળા ગામે ભાદરની ગોમા નદીના તટ પરનો 40 વર્ષ જુનો ચેકડેમ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાં ઘૂસ્યો અને લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના 10થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા. લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું અને પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો.

આ પણ વાંચો : Rain Video: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ નદીઓ બની ગાંડીતૂર, કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ

નદીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ઘૂસી જતા પાકનું ધોવાણ

નદીના પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ઘૂસી જતાં કપાસ, મગફળી સહિતના અનેક પાકોનું ધોવાણ થયું. જેને લઈને ઉમરાળાનાં ગ્રામજનો તેમજ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ગ્રામજનો વહેલી તકે ચેકડેમ રીપેરીંગ કરવા સાથે સહાયની માગ કરી રહ્યા છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video