Botad : બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની મદદે પોલીસ, ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
પરીક્ષા કેન્દ્ર પર જતા વિદ્યાર્થીઓની બસ બગડે કે અન્ય કોઈ મદદની જરૂર હોય તો પોલીસ ત્વરિત પહોંચશે. આ માટે બોટાદ પોલીસે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.
Gujarati VIDEO : બોટાદ જિલ્લામાં 20 કેન્દ્રો પર SSC અને HSC ની પરીક્ષાનો આજે પ્રારંભ થશે, ત્યારે બોટાદ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર જતા વિદ્યાર્થીઓની બસ બગડે કે અન્ય કોઈ મદદની જરૂર હોય તો પોલીસ ત્વરિત પહોંચશે. આ માટે બોટાદ પોલીસે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.આ ઉપરાંત પોલીસે ત્રણ ફોન નંબર પણ જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ આ નંબર પર ફોન કરીને પોલીસ સાથે સીધી વાત કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, રાજ્યના કુલ 16.59 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 9.57 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો સાથે જ ધોરણ 10માં 101 અને ધોરણ 12 માં 56 વિદ્યાર્થીઓ ચાર અલગ-અલગ જેલમાંથી પરીક્ષા આપશે.
પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે
પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.