ભાવનગરમાં દારુબંધીના લીરેલીરા, એમ્બ્યુલન્સમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો બુટલેગર- Video
રાજ્યમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો ભાવનગરથી સામે આવ્યા છે. અહીં બુટલેગરે પોલીસથી બચવા દારુ લઈ જવાનો અનોખો કીમિયો અજમાવ્યો. કોઈ ગાડી કે ડમ્પરમાં નહીં પરંતુ એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરી સામે આવી છે.
ભાવનગરમાં દારુબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા. અહીં બુટલેગરે પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો સહારો લીધો. સામાન્ય રીતે એમ્બ્યુલન્સ જતી હોય તો લોકો માનવતા દાખવી આગળ રસ્તો કરી આપતા હોય છે. તેમને પહેલા જવા દેવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ ભાવનગરમાં જરા જૂદુ દૃશ્ય જોવા મળ્યુ. અહીં એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી, ડૉક્ટર કે નર્સ નહીં પરંતુ બુટલેગર જોવા મળ્યો અને એ પણ દારૂના જથ્થા સાથે
હકીકતમાં બૂટલેગરે પોલીસથી બચવા એમ્બ્યુલન્સનો આ નવો કિમિયો અપનાવ્યો હતો. આ એમ્બ્યુલેન્સમાં તેણે વિદેશી દારૂની હેરાફેરી ચાલુ કરી હતી. પણ નારી ગામના તળાવ હોટલ પાસેથી પોલીસે તેને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. LCB પોલીસે બાતમીના આધારે તપાસ કરી તો એમ્બ્યુલન્સમાંથી દારૂની સાથે પોલીસને 7 લાખ 35 હજારથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે…હવે આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
પુષ્પા ફિલ્મની જેમ અહીં બુટલેગરે દૂધના ટેન્કરના બદલે એમ્બ્યુલન્સનો સહારો લીધો. જો કે પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો હતો.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar