અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ, કણભામાં પોલીસની ગાડીને લગાવી ટક્કર, પોલીસ કર્મીનું મોત, જુઓ વીડિયો

અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ, કણભામાં પોલીસની ગાડીને લગાવી ટક્કર, પોલીસ કર્મીનું મોત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 24, 2024 | 12:07 PM

અમદાવાદમાં ગુનેગારોને જાણે હવે પોલીસનો ડર જ ના રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. બુટલેગરો બેફામ બનતા જઇ રહ્યા છે.બુટલેગરને રોકવા જતી પોલીસની ગાડી સાથે દેશી દારુ ભરેલી ગાડીથી ટક્કર કરવામાં આવી છે.જેમાં એક પોલીસ કર્મીનું મોત થયુ છે.

અમદાવાદમાં બુટલેગરો દિવસે દિવસે બેફામ બનતા જઇ રહ્યા છે. ગુનેગારોને રોકવા જતી પોલીસ પર જ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુટલેગરને રોકવા જતી પોલીસની ગાડી સાથે દેશી દારુ ભરેલી ગાડીથી ટક્કર કરવામાં આવી છે.જેમાં એક પોલીસ કર્મીનું મોત થયુ છે. તો અન્ય એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે.

અમદાવાદમાં ગુનેગારોને જાણે હવે પોલીસનો ડર જ ના રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. બુટલેગરો બેફામ બનતા જઇ રહ્યા છે.અમદાવાદ પોલીસને બુટલેગરો દેશી દારુ ગાડીમાં લઇ જઇ રહ્યા હોવાની માહિતી મળી હતી.જેના આધારે કણભા પોલીસ બુટલેગરનો પીછો કરી રહી હતી. જો કે બુટલગરોએ કણભામાં પોલીસની ગાડીને જ ટક્કર લગાવી દીધી હતી. જેના કારણે પોલીસની ગાડી પલટી ગઇ હતી. ગાડીને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત થયુ છે.જ્યારે અન્ય એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો-સુરત : અદાણી હજીરા પોર્ટ ઉપર ગેસ લિકેજ દુર્ઘટનાની મોકડ્રીલ યોજાઈ, જુઓ વિડીઓ

બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારતા ASI બળદેવજી મરતાજી ઠાકોરનું મોત થયુ છે. ગાડીને ટક્કર લગાવ્યા પછી બુટલેગર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે પછી બુટલેગર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને આરોપીને શોધખોળ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય પોલીસ સહિતની ટીમ આરોપીને પકડવાના કામે લાગી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો