આજનું હવામાન : ગુજરાતવાસીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો,અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતવાસીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો,અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Nov 09, 2025 | 7:52 AM

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

બેવડી ઋતુનો માર યથાવત

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં કચ્છ જિલ્લામાં વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડક હોય છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.

જાણો ગુજરાતમાં કેટલું રહેશે ન્યૂનતમ તાપમાન

આજે આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બનાસકાંઠા, જુનાગઢ, મોરબી, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો