Navsari : વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું, એક આરોપીની ધરપકડ, જુઓ Video

Navsari : વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું, એક આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 19, 2025 | 3:05 PM

નવસારીમાંથી વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું છે. ચીખલીના આલીપોરી ગામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. વકીલ નોટરીના ખોટા સહી - સિક્કા કરી બોગસ એફિડેવિટ બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે.

નવસારીમાંથી વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું છે. ચીખલીના આલીપોરી ગામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. વકીલ નોટરીના ખોટા સહી – સિક્કા કરી બોગસ એફિડેવિટ બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે. વિદેશના કામ માટે વકીલની સહી – સિક્કાવાળી એફિડેવિટ અન્ય પાસેથી મળ્યા હતા. વકીલની સહી-સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્ષ બીજા પાસેથી મળતા ભાંડો ફૂટ્યો હતો. નોટરીના સહી સિક્કા અને રાઉન્ડ સીલ નકલી બનાવી ખરા તરીકે ઉપયોગ કરાયો હતો. વકીલને જાણ થતા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે આરોપીની ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે વિદેશ જવાની ઘેલછામાં યુવાનો કંઈ પણ કરતા હોય છે, જેમનો લાભ કૌભાંડીઓ લેતા હોય છે. ત્યારે ચીખલીના આલીપોરી ગામમાં વકીલ નોટરીના ખોટા સહી-સિક્કા કરી બોગસ એફિડેવિટ કરી આપતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે વકીલની સહી-સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્ષ બીજા પાસેથી મળતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Input Credit- Nilesh Gamit- Navsari

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો