પ્રાંતિજના વડવાસા પાટીયા પાસેથી અમદાવાદના યુવકની લાશ મળી, હત્યાની આશંકાએ તપાસ શરુ

| Updated on: Nov 19, 2023 | 8:19 PM

પ્રાંતિજ નજીકથી એક યુવકની લાશ મળી આવી હતી. અમદાવાદના યુવકની મળેલી લાશને લઈ સ્થાનિક પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરુ કરી છે. પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે અજાણ્યા યુવકની લાશ હોવાને લઈ તપાસ શરુ કરતા યુવક અમદાવાદનો હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસને મૃત્યુનુ કારણ હત્યા હોવાની આશંકા રહેતા પોલીસે લાશનુ પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરુ કરી છે. કેટલાક લોકોની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક વડવાસા પાટીયા પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસે યુવકની લાશ મળવાને લઈ તેની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસેને પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અમદાવાદનો હોવાનુ ખુલ્યુ હતુ. બીજી તરફ પોલીસને યુવકના મોતનુ કારણ સામાન્ય નહીં જણાતા હત્યા હોવાની આશંકા સાથે પ્રાથમિક તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

યુવક અમદાવાદનો હતો અને પ્રાંતિજ કેવી રીતે પહોંચ્યો એ તમામ સવાલોને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. હત્યાનુ સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે લાશનુ પોસ્ટ મોર્ટમ કરવા સાથે ઝીણવટભરી તપાસ શરુ કરી છે. યુવકને પ્રાંતિજ છોડી દેનારાઓની પૂછપરછ કરવા સાથે જ કેટલાક શંકાસ્પદોને પણ તપાસમાં આવ્યા છે. મોતનુ કારણ ઘર્ષણ હોવાનુ પણ માનવામાં આવી રહ્યુ છે. ઘર્ષણને લઈ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોય એવી વિગતોને લઈ તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો