કચ્છ : અંજારમાં વેપારીના દીકરાના અપહરણ બાદ મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી
બે દિવસ પહેલા ઘરેથી કોલેજ જવા માટે નીકળેલા યશ તોમરનું મેધપર-બોરીચી પાસેથી અપહરણ થયું હતું. ત્યારે અજાણ્યા શખ્સોએ યુવકના પરિવારને ફોન કરીને સવા કરોડની ખંડણી માગી હતી. જે બાદ યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી. તો, અપહરણ થયેલા યુવકનો હવે મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છે.
કચ્છના અંજારમાં બે દિવસ પહેલા એક ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્ર યશનું અપહરણ થયું હતું. તો, હવે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન આદિપુર-કીડાણા પાસે આવેલા બાવળમાંથી પહેલા બુટ મળ્યા. જે બાદ એક ખાડામાં દાટેલો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા, આ મૃતદેહ વેપારીના પુત્ર યશ તોમરનો જ હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો ગુજરાત ફ્રન્ટિયર BSFના આઇજી કચ્છની મુલાકાતે, સરહદો પર જવાનોને મળ્યા
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ઘરેથી કોલેજ જવા માટે નીકળેલા યશ તોમરનું મેધપર-બોરીચી પાસેથી અપહરણ થયું હતું. યુવક તો ઘરે પરત નહોતો ફર્યો, પરંતુ અજાણ્યા શખ્સોએ યુવકના પરિવારને ફોન કરીને સવા કરોડની ખંડણી માગી હતી. જે બાદ યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી. તો, અપહરણ થયેલા યુવકનો હવે મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસે પણ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
