Banaskantha : પાલનપુરમાં BLOએ SIRની કામગીરીનો વિરોધ કર્યો, માનસિક તણાવ અને કાર્યમાં સહકાર ન મળતા હોવાનો આક્ષેપ
બનાસકાંઠાના પાલનપુરમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા એસઆઈઆર (SIR) કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. BLOs એ તેમની કામગીરી અંગે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ફરિયાદો રજૂ કરી હતી.
ગુજરાત રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ પણ મતદાર યાદીમાં સમાવેશ વગરનો રહી ના જાય તે માટે બુથ લેવલ ઓફિસર્સ ઘરે-ઘરે પહોંચીને ખૂબ જહેમત કરીને SIRની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા એસઆઈઆર (SIR) કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
BLOs એ તેમની કામગીરી અંગે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો છે કે, તેમને આ કામગીરી દરમિયાન અતિશય માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, તેમને કાર્યમાં પૂરતો સહકાર ન મળતો હોવાની પણ ફરિયાદ છે.
પાલનપુરમાં BLOએ SIRની કામગીરીનો વિરોધ કર્યો
BLOs દ્વારા સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી કામકાજ કરવું પડતું હોવાની પણ ગંભીર ફરિયાદો ઉઠી છે, જેના કારણે તેમના અંગત જીવન પર પણ અસર પડી રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને, BLOs કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને તેમણે ઓનલાઇન કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. તેમની માંગ છે કે તેમની ફરિયાદોને ધ્યાનમાં લઈને SIR કામગીરીની પદ્ધતિમાં સુધારો કરવામાં આવે અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે.
